નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

  • shree48kps 2

    શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ _સુરત

મા ઉમિયાની ઉત્પત્તિ-પ્રથમ અવતાર

સેવા સમર્પણ સદભાવના

મા ઉમિયાની ઉત્પત્તિ

મા ઉમિયાની ઉત્પત્તિ-પ્રથમ અવતાર

સૃષ્ટિની રચના માટે શિવ તત્વએ સતીને પ્રગટ કર્યા. સતીએ દક્ષ પ્રજાપતિના ત્યાં જન્મ લીધો. તેઓનાં ભગવાન શિવ સાથે લગ્ન થયાં. દક્ષજીને જમાઇ શિવ પ્રત્યે અભાવ થયો હોવાથી તેમના અપમાન માટે યજ્ઞ કર્યો અને શિવને આમંત્રણ ન આપ્યું. સતી પિતાજીને ત્યાં યજ્ઞમાં વગર આમંત્રણે ગયાં. તેમનું તથા ભગવાન શિવનું અપમાન થયું. તે સહન ન થતાં સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી. ભગવાન શંકર આથી કોપાયમાન થયાં. સતીના શબને કાંધે લઇ તાંડવ કરવા લાગ્યા. હાહાકાર મચ્યો. સૃષ્ટિને બચાવવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગના એકાવન ભાગ કર્યા. તે જ્યાં પડયો ત્યાં શકિતપીઠ બની.
 
 
મા ઉમિયાની ઉત્પત્તિ-બીજો અવતાર 
સતીએ પોતાની કાયાને યજ્ઞકુંડમાં હોમતાં પહેલા બીજા અવતારે પણ ભગવાન શિવ પતિ તરીકે મળે તેવી કલ્પના કરી. સતીના ગયા પછી શિવ વૈરાગી બન્યા. સૃષ્ટિ પર તારકાસુરનો ત્રાસ વધ્યો. બ્રહ્માજીના વરદાનથી માત્ર શિવના પુત્રથી જ તે મરે-તેવું વરદાન મેળવ્યું. શિવને દેવોએ સર્વજન હિતાય લગ્ન માટે તૈયાર કર્યા. સતીએ હિમાલય અને મેનાના ત્યાં બીજો અવતાર લીધો. અને પાર્વતી- ઉમા તરીકે ઓળખાયાં. કઠિન તપ ર્ક્યું. શિવ સાથે લગ્ન થયાં. તેમના પુત્ર કાર્તિક (સ્કંદ) દ્વારા તારકાસુર હણાયો. 
 
મા ઉમિયા દ્વારા પાટીદારોની ઉત્પત્તિ- કુળદેવી મા ઉમિયા
ભગવાન શિવ રાક્ષસ હણવા ઉમા સાથે ગયા. સરસ્વતી તીરે ઉમાને ઉતાર્યા. ઉમાએ માટીનાં બાવન પૂતળા બનાવ્યાં. ભગવાન શિવે આવીને સજીવન ર્ક્યાં. જે કડવા પાટીદારોની બાવન શાખના મુળપુરુષો થયા. મા ઉમા કડવા પાટીદારોના કુળદેવી બન્યાં. તેમને સુખી, સમૃધ્ધ અને આબાદ થવાના અને જ્યારે યાદ કરશે ત્યારે સહાય કરવાના આશીર્વાદ આપ્યા. ભગવાન શિવે ઉમાપુર ખાતે મા ઉમાની સ્થાપના કરી.
 
અખંડરૂપે મા ઉમિયા
મા ઉમિયાના દેહના ભાગોમાંથી એકાવન શક્તિ પીઠ બની. જ્યારે બીજા અવતારે ઊંઝા ખાતે માની સ્થાપના શિવે કરી, જે તેમનું અખંડ સ્વરૂપ છે. શરીરના ભાગની કોઇ શક્તિપીઠ નથી. જેની આરાધનાથી સર્વની મનોકામના પૂર્ણ થાય છે.


 
બીજી પૌરાણિક કથા- પાટીદારો લવ- કુશનાં વંશજો
સીતાજી મા ઉમિયા - ગૌરીની પૂજા કરતાં, જનક ઉદ્યાનમાં રામચંદ્રજી સાથેના પ્રથમ મિલને પતિ તરીકે મેળવવાની કામના માના આશીર્વાદથી પૂર્ણ થઇ. તેઓ ધરતીમાં સમાયાં ત્યારે લવ- કુશને મા ઉમાને સોંપ્યા હતા. ત્યારથી તેઓ મા ઉમિયાની પૂજા કરતા આવ્યા છે. તેમના વંશજો પણ મા ઉમિયાની પૂજા કરતા આવ્યા છે. સીતા માતા પણ જનકવિદેહીને ખેતર ખેડતા મળ્યાં હતાં. જનકવિદેહી પ્રથમ કૃષિકાર(ખેડૂત) જણાઇ આવે છે. પાટીદારો પણ ખેતી સાથે જોડાયેલા છે. મા ઉમિયાનું વાહન પણ નંદી છે, જે પણ ખેતીનો મૂળ આધાર છે. આમ પાટીદારોનો રામચંદ્ર-સીતાજી, લવ-કુશ સાથે નાતો જણાઇ આવે છે. પાટીદારો ક્ષત્રિય હતાં અને તેમની કુળદેવી મા ઉમિયા જ છે.
 
એતિહાસિક સંદર્ભમાં પાટીદારોની ઉત્પત્તિ
પાટીદારો આર્યા છે. મધ્ય એશિયામાંથી પંજાબ આવ્યા. ત્યાંથી સારાં જમીન પાણી જોઇ જુદા જુદા વિસ્તારમાં ફેલાયા. પંજાબમાં યુધ્ધો અને સંધર્ષથી કંટાળી રાજસ્થાન થઇ ગુજરાત વસ્યા. બીજી બાજુ ગંગા જમનાનાં મેદાનો દ્વારા યુ.પી, બિહાર, નેપાળ સુધી ગયા. કેટલાક મધ્યપ્રદેશ થઇ, મહારાષ્ટ્રથી છેક તમિલનાડુ સુધી ફેલાયા. ગુજરાતમાં જમીનની પાટીધારણ કરનાર “પાટીદાર” બન્યા. ગાયકવાડીમાં ખેતીના પટ રાખનાર “પટેલ”નો હોદ્દો મેળવતો. યુ.પી. ખાતે કુર્મિક્ષત્રિય તરીકે ઓળખાતી આ જાતિ કુર્મિમાંથી કુલમી-કુનબી-કણબી થયા. આ કોમ ક્ષત્રિયમાંથી ખેતી-પશુપાલન કરનાર “પાટીદાર” અને પછીથી “પટેલ” બન્યા. તેઓ જ્યાં ગયા ત્યાં મા ઉમિયાની પૂજા કરતા રહ્યાં. પંજાબથી આવવાથી પંજાબના ગામોના નામ પરથી અટકો ધારણ કરી.
દા.ત. મોડલેહથી મોલ્લોત, રોહિતગઢથી રૂસાત, અવધથી અવધિયા, કનોજથી કનોજીયા વગેરે.
 
રાજા વ્રજપાલસિંહજી અને ઊંઝાનું મંદિર
યુ.પી., બિહારની સરહદે માધાવતીના રાજા વ્રજપાલસિંહજી મહેત દેશના રાજા ચંદ્રસેન સામે યુધ્ધમાં હાર્યા. ત્યાંથી પોતાના રસાલા સાથે ગુજરાત આવ્યા. માતૃશ્રાધ્ધ માટે સિધ્ધપુર આવ્યા. અહીં તેમને પોતાના સ્વજાતિ બંધુઓનો મેળાપ થયો. તેમને આગ્રહથી અહીં ઊંઝા રોકયા અને સ્થાયી થયા. રાજા વ્રજપાલસિંહજીએ ઇ.સ.૧૫૬ સંવત ૨૧૨ માં મા ઉમિયાનું મંદિર બનાવ્યું અને મોટો હવન કર્યો. 
 
 
વેદકાળથી મા ઉમિયાની પૂજા
ઇ.સ. પૂર્વે ૧૨૫૦ થી ૧૨૦૦ના સમયગાળામાં પાટીદારો ગુજરાત આવી વસ્યા. સાથે મા ઉમિયાની પૂજા ચાલુ રાખી. વેદોમાં ધન - ધાન્ય અને સમૃધ્ધિની દેવી તરીકે પૂજાતી ઉષાદેવી તે જ ઉમાદેવી છે. ઊંઝામાં મા ઉમિયાનું મંદિર બન્યું. ત્યાં દર આસો સુદ-૮ના રોજ “પલ્લી” ભરવાનું પણ ચાલું રાખ્યું. ઊંઝા આસપાસના ગામોમાં પણ પલ્લીઓ ભરાય છે.
 
 
મા ઉમિયાનું મંદિર
દંતકથા પ્રમાણે મા ઉમિયાની સ્થાપના ઊંઝા ખાતે ખુદ ભગવાન શંકરે કરી હતી. ઇ.સ.૧૫૬ સંવત - ૨૧૨ માં રાજા વ્રજપાલસિંહજીએ મંદિર બાંધ્યું. રાજા અવનીપતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કરેલો. વિ. સંવત ૧૧૨૨/૨૪ માં વેગડા ગામીએ મંદિર બાંધ્યું. જે વિ.સં.૧૩૫૬ આસપાસ અલાઉદ્દીન ખીલજીના સુબા ઉલુઘખાને તોડયું. તે મંદિર હાલ મોલ્લોત વિભાગમાં શેષશાયી ભગવાનની જગ્યા છે, ત્યાં હતું. માતાજીની મૂર્તિને મોલ્લોતોના મોટા મઢમાં સાચવી જ્યાં આજે ગોખ છે, તે જ માતાજીનુ મુળ સ્થાન છે. અહીં આસો સુદ - ૮ના રોજ પલ્લી ભરાય છે. અહીં જેઠ સુદ-૨ના હેલખેલના હળોતરા, ભતવારી તથા શુકન જોવાતા.
 
હાલનું મંદિર વિ.સંવત ૧૯૪૩ ઇ.સ.૧૮૮૭માં જીર્ણોધ્ધારથી કડવા પાટીદાર સમાજના ઘર ઘરના ફાળાથી બન્યું. આ મંદિરનું બાંધકામ શરૂમાં શ્રી રામચંદ્ર મનસુખલાલે, ત્યાર બાદ રાવ બહાદુર બેચરદાસ અંબાઇદાસ લશ્કરીએ બાંધ્યું. જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે ફાળો આપ્યો હતો. મંદિરના તા.૬/૨/૧૮૮૭ ના વાસ્તુપૂજનમાં ગાયકવાડના પ્રતિનિધિ હાજર રહી, માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો. અને શ્રી બેચરદાસ લશ્કરીનું પણ સન્માન ર્ક્યું હતું. તે વખતે શ્રી નાગરદાસ ઉગરદાસ પટેલ મોલ્લોત અને શ્રી કુશળદાસ કિશોરદાસ રૂસાતે સોનાનું શિખર ચડાવવાનો રૂ.૨૦૦૦/- માં ચડાવો લીધો હતો. 
 
તે બાદ ઇ.સ. ૧૮૯૫માં માન સરોવર બંધાયું. મંદિરના બાંધકામમાં શ્રી બેચરદાસ લશ્કરીની આગેવાનીમાં એક પંચની નિમણુક કરી. આ બાંધકામનો શિલાલેખ તથા માનસરોવરના બાધકામનો શિલાલેખ સંસ્થામાં છે. 
Share:

પ્રમુખશ્રી નો સંદેશો

સેવા સમર્પણ સદભાવના

પ્રમુખશ્રી નો સંદેશો



માનનીય સભાસદશ્રી,                                                                                                                               

માં ઉમિયા, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત ના તમામ પરિવારજનોને ખુબજ સુખી રાખે, દરેકનું સ્વાથ્ય નીરોગી રાખે તેમજ દરેકનો પરિવાર હસતો ખીલતો રહે તેવી માં ઉમિયાજી ને પ્રાર્થના...
શ્રી અડતાલીસ  કડવા પાટીદાર સમાજ - સુરત ની સને ૧૯૯૫ માં સ્થાપના થયેલ અને વખતો વખત હોદેદારોએ આ સમાજ ને સતત કાર્યશીલ રાખેલ અને દર વર્ષે સ્નેહમિલન, બાળકો ને ઇનામ વિતરણ, તેમજ સામાજીક ઉત્કર્ષના વિવિધ કાર્યો કરેલ, જેઓનો પણ આ સમાજને વિકાસ તરફની આગેકુચ માં પાયાનો ફાળો રહેલ છે તેઓનો પણ ખુબ ખુબ આભાર માનું છુ.
શ્રી અડતાલીસ  કડવા પાટીદાર સમાજ - સુરત ના તમામ વડીલો અને સમાજ ના તમામ પરિવારજનો એ મને ખુબ નાની ઉમરમાં પ્રમુખ તરીકેની જવાબદારી સને ૨૦૧૭  ની સાલમાં સોપેલ જેને હું સમાજના તમામ હોદેદારો, વડીલોને સાથે રાખીને તેમજ દાતાશ્રીઓના તમામ જાતના સહયોગથી છેલ્લા ૨ વર્ષ માં અમારાથી બનતા સમાજ માટેના ઘણા જ ઉત્કર્ષના કાર્યો કરેલ છે. જેવા કે...
. સમાજ દ્રારા શ્રી અડતાલીસ કડવા પાટીદાર કો. ઓ. ક્રેડીટ સો. લી. ની રચના કરવામાં આવેલ છે. જેનાથી ઓછી આવક ધરાવતા કુટુંબોને ઓછા વ્યાજની લોનની સહાય દ્રારા મદદરૂપ થવાય તેવો સમાજનો ખુબજ સારો પ્રયત્ન છે, અને આમાં ખુબજ સારો સહકાર મળી રહેલ છે.
. "મહિલાઓના સર્વાંગી વિકાસ સિવાય સમાજ અને સંસાર અધૂરો છે." આ વિચારને મધ્યમાં રાખી શ્રી અડતાલીસ  કડવા પાટીદાર સમાજ સંચાલિત આ મહિલા ઉત્કર્ષ મંડળ, મહિલાઓનાસર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરે છે. આ મંડળ ઉત્સાહી બહેનો દ્રારા જ સંચાલિત છે. આ મંડળની મુખ્ય પ્રવૃત્તિઓમાં, સમાજમાં ચાલતા કુરીવાજોને દૂર કરવાનું, આર્થિક રીતે અસક્ષમ પરિવારની બહેનોને પ્રોત્સાહિત કરી ગૃહ-ઉધોગો તરફ વાળવાનું, અભ્યાસ કરતી યુવાન અને તેજસ્વી આર્થિક અસક્ષમ બહેનોને વિવિધ પ્રકારની મદદ કરવાનું તથા કુસંસ્કરોથી દૂર રહી સારા સંસ્કારો આપવાનું  માધ્યમ પણ આ મંડળ જ કરે છે.

. દર વર્ષે વિધાર્થીઓને રાહત દરે નોટબુક તથા ચોપડાનું વિતરણ.
.  દર વર્ષે બાળકોને ઇનામ વિતરણ
. દર વર્ષે સ્નેહ-મિલન અને સમાજ ના તમામ સભ્યો ને સહ-પરિવાર ભોજન.
. દર વર્ષે યુવક-યુવતીની માહીતી પુસ્તિકા તથા યુવક યુવતીની પસંદગી મેળાનું આયોજન.
. સમાજ ના દરેક યુવાનને નોકરી મળે તે માટે સતત પ્રયત્નો કરે છે.
આમ અનેક કામો અત્યારે સુધીએ આપ સૌના સાથ અને સહકાર અને તમામ દાતાશ્રી ઓ ની દાન આપવા ની ઉદારતા અને સમાજ ના તમામ હોદેદારો ઉપર મુકેલો વિશ્વાસ જેના કારણે આપની સમક્ષ છેલ્લા ૨ વર્ષમાં વિકાસના કાર્યો કરી શકેલ છીએ. જે બદલ સૌનો આભારી છુ.
સમાજના આ તમામ પ્રકારના ઉત્કર્ષના આ અકલ્પનીય કામોમાં સમાજના મહામંત્રી શ્રી ની તમામ  જાતની હુંફ, સાથ-સહકાર તેમજ તેમની નીડરતા અં કોઈ પણ સંજોગોમાં સમાજના કાર્યો પૂર્ણ કરવા માટે ની પ્રેરણા અતિ મહત્વની હતી, આ કામો માં સમાજ નાં મોભી અને અધ્ય્ક્ષશ્રી તથા ઉપાધ્ય્ક્ષશ્રીઓ પાસેથી તમામ પ્રકાર ની પ્રેરણા અને દાન સહીત તમામ પ્રકાર નો સાથ અને સહકાર પણ નોધપાત્ર છે. આ ઉપરાંત પૂર્વ ઉપાધ્ય્ક્ષશ્રી અને પૂર્વ પ્રમુખશ્રી ની પ્રેરણા અને કામ કરવા માટેની નીડરતા આજે પણ પ્રેરણાદાયી છે.
સમાજના ખજાનચીશ્રી જેઓએ ખુબજ શુધ્ધ અને પારદર્શક વહીવટ રાખી પોતાનો અમુલ્ય ફાળો આપેલ છે જેથી તેમને પણ ભૂલી શકાય તેમ નથી. આ ઉપરાંત ઉપપ્રમુખશ્રીઓ અને સહમંત્રીશ્રીઓ તથા ઓડીટરશ્રી આ સર્વેએ પણ ખુબજ સાથ-સહકાર આપેલ છે. આ ઉપરાંત તમામ દાતાશ્રીઓ કે જેઓએ આ પાટીદાર સંકુલ , ક્રેડીટ સોસાયટી, યુવા વિકાસ  અને મહિલા ઉત્કર્ષ  તેમજ કોઈ પણ જાતના સમાજ દ્વારા આયોજિત કોઈ પણ પ્રોજેક્ટ અને કાર્યકમો માં દાન આપેલ છે તે સૌનો સમાજ વતી ઋણી અને આભારી છુ. માં ઉમિયા સૌને બધીજ રીતે સુખી રાખે તેવી પ્રાથના.
મારી સૂઝ અને સમજણ પ્રમાણે સૌને સાથે રાખીને આ કામો કરેલ છે. પરંતુ ક્યાય ક્ષતિ રહી ગયેલ હોય કે અતિરેક થયો હોય તો મને આપનો સમજી ને દર ગુરજ કરશો. હું પોતે વ્યવસાયે બિલ્ડર છુ અને છેલ્લા વર્ષો માં મારી હાજરીમાં મારી એક પણ સાઈટ ઉપર ઈટ મુકાયેલ નથી . પરંતુ સમાજના દરેક કામમાં મારી હાજરી સિવાય ઈટ મુકવામાં આવેલ નથી.
વર્ષ ૨૦૧૭ ના સ્નેહ-સંમેલન માં આપણા સમાજ ની વેબસાઈટ લોન્ચ કરી ને સમાજ ની વિવિધ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. આ વેબસાઈટ ના માધ્યમથી દુનિયાના કોઈ પણ ખૂણામાં માં બેસીને સમાજની લેટેસ્ટ માહિતી મેળવી શકાય છે. જે પાટીદાર મિત્રો વિદેશ માં વસતા હોય એ માટે આ વેબસાઈટ સમાજ જોડે સંપર્ક માં રહેવા માટે નું મહત્વનું માધ્યમ બની રહેશે. વેબસાઈટ મારફતે સમાજ ભવિષ્ય માં જે કાર્યો કરવા જશે તેની તમામ લેટેસ્ટ માહિતી મળી રહેશે
આભાર સહ
આપનો વિશ્વાસુ,
રમેશભાઈ પટેલ
પ્રમુખશ્રી , શ્રી અડતાલીસ  કડવા પાટીદાર સમાજ - સુરત શહેર
Share:

જાણો ૭/૧ર પત્રકમાં કઇ કઇ માહિતી સમાયેલી હોય છે

જાણો ૭/૧ર પત્રકમાં કઇ કઇ માહિતી સમાયેલી હોય છે અને તેની ઉપયોગીતા શું હોય છે?
સેવા સમર્પણ સદભાવના
બીજા મિત્રોને પણ આ જાણકારી આપવા માટે આ પોસ્ટ અવશ્ય શેર કરો જેથી આપને અને આપના મિત્રો, સબંધીને આ અતિમહત્વ ના દસ્તાવેજની ઉપયોગીતા અને કઈ રીતે સરળતા થી મેળવી શકાય તે જાણકારી પહોચે.
૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે.
A) બ્લોક નંબર
જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય છે, જેના કારણે નવા વારસદારો ઉમેરાતા જાય અને વારસાઇથી જમીનની વહેંચણી થવાથી જમીનના ટુકડા થતા જાય. આથી દરેક નવા ટુકડાને અલગ નામ / ઓળખાણ / પહેચાન આપવી પડે એટલે કે સર્વે નંબરના ભાગલા / ટુકડા થાય જેને પકી હિસ્સો ત્યારબાદ પેટા હિસ્સો કહેવાયો. જેમ કે સર્વે નં. ૫૧ ના પ્રથમ વખતના ભાગલાને પ૧/૧, ૫૧/૨, ૫૧/૩ ની ઓળખ મળી. બીજી વખતના ભાગલાને પ૧/૧/એ, પ૧/૧/બી. પ૧/૨/એ, પ૧/૨/બી વગેરે વારસદારો પ્રમાણે ભાગલા પડતા જાય. આને કારણે એક જ સર્વે નંબરના ઘણા બધા ભાગલા થવાથી ગૂંચ ઉભી થવા લાગી. આથી સરકારે ૧૯૭૬ માં દરેક હિસ્સાને / ભાગલાને પૈકીની જમીનને અલગ ઓળખ આપવા માટે એકત્રીકરણના કાયદા અંતર્ગત ગામની દરેક વિભાજીત જમીનને સ્વતંત્ર અનુક્રમ નંબર આપવાનું નકકી કર્યું અને તે નંબરો દ્વારા જમીનની નવી ઓળખ ઉભી થઇ અને આ નવા અનુક્રમ નંબરો તે બ્લોક નંબર કહેવાયા. એટલે હવે દરેક ગામની જમીનની ઓળખ બલોક નંબરથી થાય છે. કોઇપણ માહિતી મેળવવી હોય તો હવે માત્રને માત્ર બ-લોક નંબરની ઓળખથી મળી શકે છે.
(B) સર્વે નંબર
જે તે ગામના (અંગ્રેજોના સમયમાં) મૂળ સર્વે વખતે જે તે ખેડૂતની જમીનને જે અનુક્રમ નંબર આપવામાં આવેલ હતો તે અનુક્રમ નંબરને સર્વે નંબર કહેવામાં આવે છે.
(C) જમીનનો સત્તા પ્રકાર
આ વિગતમાં જમીન- જુની શરત / નવી શરત / બિનખેતી / ટ્રસ્ટ / ખાલસા / સરકારી કે ગણાતીયા જેવી વિગતો લખેલી હોય છે.
(D) ખેતરનું નામ
ખેડૂત પોતાના અલગ અલગ ખેતરને ઓળખવા માટે પોતે જ તેની અલગ ઓળખ ઉભી કરે છે અને તે જ ઓળખ નામ પ્રચલિત થતાં જે તે ખેતરનું / જમીનનું નામ બની જાય છે. જેમ કે. જલારામનું ખેતર, પોપડું, દેરીવાળું ખેતર, ઉપલું ખેતર, છેવાડાનું ખેતર, આંબાવાળું ખેતર વિગેરે.
(E) ખેડવા લાયક જમીન
ગામની ખેતીની જમીનનો અલગ અલગ ઉપયોગ થઇ શકે છે અને તેમાંથી ઉપજ પણ અલગ અલગ થઇ શકે છે અને ગામના વહીવટ માટે મહેસૂલ / લગાન / ટેક્ષ ઉઘરાવવો જરૂરી છે અને આ મહેસૂલ જમીનની ખેતીની ઉપજ / આવક પર આકારવામાં આવે છે. આથી કુલ જમીન પૈકીની, દરેક જમીનના વપરાશ આધારીત તેના ભાગલા પાડવામાં આવેલ હોય છે.
(અ) જરાયત જમીન – આ જમીનમાં કોઇ વિશેષ પ્રકારની ખેતી થતી નથી. આ જમીનને પડતર જમીન પણ કહી શકાય. અને ચોમાસામાં પછી તેમાં આપોઆપ ઘાસ ઉગી નીકળે છે. આથી તેને ઘાસીયું ખેતર પણ કહી શકાય છે. આવી જમીન જરાયત તરીકે ઓળખાય છે.
(બ) બાગાયત : એવા પ્રકારની જમીન કે જેમાં કેરી, ચીકુ વિગેરેની વાડી કે ઝાડો ઉગાડવામાં આવેલ હોય છે અને તેની ઉપજ ઘણી સારી હોઇ શકે છે. આવી જમીન બાગાયત જમીન તરીકે ઓળખવામાં આવે છે.
(ક) કયારી – જે જમીનમાં પાક લેવામાં આવે છે જેમ કે ઘઉં, ડાંગર, જુવાર, મકાઇ અથવા જેમાં કયારી બનાવી ખેતી કરવામાં આવે છે તેવી જમીનને કયારી કહેવામાં આવે છે.
(F) પોત ખરાબ
પોત ખરાબ એટલે કુલ જમીન પૈકી કેટલીક એવી જમીન જેમાં કોઇપણ પ્રકારની ખેતી ન થઇ શકે તેને (અ) અને (બ) પ્રકારે વહેચવામાં આવેલી હોય છે. તેમાંથી ઉપજ (Output) ન મળી શકે એવી જમીન એટલે ખડકાળ, પથરાળ જમીન, પાણીનો ભરાવો રહેતો હોય તેવી જમીન, નહેરની બાજુમાં રહેતો હોય. પાણીનો ભરાવો ગાડાવાટની જમીન વિગેરે. કુલ જમીનમાંથી આવી પોત ખરાબની જમીન બાદ કરીને બાકી રહેતી જમીન પર મહેસુલ/ ટેક્ષ વસુલ કરવામાં આવતો હોય છે.

જાણો ૭/૧ર પત્રકમાં કઇ કઇ માહિતી સમાયેલી હોય છે
Share:

શ્રી અડતાલીસ ક.પા.સમાજ - સુરત શહેર ની વેબસાઈટ માં આપનું હાર્દિક સ્વાગત છે

સેવા સમર્પણ સદભાવના

શ્રી અડતાલીસ ક.પા.સમાજ - સુરત શહેર ની વેબસાઈટ માં આપનું હાર્દિક સ્વાગત છે



શ્રી અડતાલીસ  કડવા પાટીદાર સમાજ એટલે સુરત  શહેરમાં વસતા "૪૦૦ કુટુંબોનુ" એક જ વિશાળ પરિવાર. આ શ્રી અડતાલીસ  કડવા પાટીદાર સમાજ એટલે સૌને સાથે રાખી સૌ સભ્યોનો સર્વાંગી વિકાસ. આ સમાજની વિશિષ્ઠતા એ છે કે અન્ય કડવા પાટીદારો માટે આ " પ્રેરણા મૂર્તિ" છે. આ સમાજની સ્થાપના૧૪-૧- ૧૯૯૫ માં સુરત શહેરમાં એક નાના બીજ સ્વરૂપે થઇ હતી, જે આજે એક વિશાળ વટ વૃક્ષ બની ગયું છે, જેની છત્ર-છાયામાં "૮૦૦ " જેટલી જન સંખ્યા "હાશ" અનુભવી રહી છે.
બદલાતા જતા સમયની સાથે તાલ મિલાવવા સમાજના દૂરંદેશી નેતૃત્વે "બીડું" ઝડપી ને વિશાળ, સોહામણું અને જાજરમાન "પાટીદાર પરિવાર" નું  નિર્માણ થયું. ભવ્ય સંકુલના નિર્માણમાં દિલદાર દાનવીરોનું "દાન" વિચક્ષણ નેતૃત્વની "અગમ-દ્રષ્ટિ" અને "હિંમત" સમાજના વિશાળ પરિવારનો "પ્રેમ" મિત્રો, સ્નેહીઓ અને હિતેચ્છુઓની "હૂંફ" અને વાત્સલ્યની મૂર્તિ મા ઉમિયાના "આશીર્વાદથી" અંધારી રાતે પણ અજવાળું થાય તેવી તમામ સુખ- સગવડ સાથેનું સોહામણું સંકુલ અસ્તિત્વમાં આવ્યું.
Share:
સેવા સમર્પણ સદભાવના
Share:

સમાજ ના કાર્યો

 

અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ 

સમાજ ના કાર્યો

 દર વર્ષે તેજસ્વી તારલાઓ ને ઇનામ વિતરણ

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા દર વર્ષે તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે. ઇનામ વિતરણ કરવાનો મુખ્ય હેતુ સમાજના વિધાર્થી મિત્રો ખુબજ સારું ભણે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. આ માટે સમાજ તેજસ્વી તારલાઓ નું જાહેર માં બહુમાન કરી તે અભ્યાસમાં ખુબજ આગળ વધે તેવા આશીર્વાદ પણ વડીલો દ્વારા આપવામાં આવે છે.

 ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

 દર વર્ષે રાહત દરે નોટબુક ચોપડાનું વિતરણ

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા દર વર્ષે રાહત દરે નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવે છે

 પરિવારની મુખ્ય વ્યક્તિનો અકસ્માત માં રૂપિયા ૧ લાખ ની આથિક સહાય

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા પરિવારની મુખ્ય વ્યક્તિનો અકસ્માત માં રૂપિયા ૧ લાખ ની આથિક સહાય.(શરતો લાગુ)

 અપરણિત યુવક-યુવતીઓ માટે પરિચય મેળાનું આયોજન

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા અપરણિત યુવક-યુવતીઓ માટે પરિચય મેળાનું આયોજન કરવામાં આવે છે 
(ભવિષ્ય નો વિચાર)

 દર વર્ષે સ્નેહ મિલન તથા ભોજન સમારંભ

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ -સુરત શહેર દ્વારા દર વર્ષે સ્નેહ મિલન તથા ભોજન સમારંભ કરવામાં આવે છે
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા દર દિવાળી ના તહેવાર નિમિતે શુભેચ્છા કાર્ડ નું વિતરણ મેસેજ દ્વારા કરવામાં આવે .
Share:

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત ની સ્થાપના

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ -સુરત શહેર "સંઘે શક્તિ કલિયુગે" (રજી.નં.ઈ-૧૪-૦૧-૧૯૯૫) શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ સુરત શહેર ની વેબસાઈટ માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ એટલે સુરત શહેરમાં વસતા "..... કુટુંબોનુ" એક જ વિશાળ પરિવાર. આ શ્રી અડતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ એટલે સૌને સાથે રાખી સૌ સભ્યોનો સર્વાંગી વિકાસ. આ સમાજની વિશિષ્ઠતા એ છે કે અન્ય કડવા પાટીદારો માટે આ " પ્રેરણા મૂર્તિ" છે. આ સમાજની સ્થાપના ૧૪-૧-૧૯૯૫ માં સુરત શહેરમાં એક નાના બીજ સ્વરૂપે થઇ હતી, જે આજે એક વિશાળ વટ વૃક્ષ બની ગયું છે, જેની છત્ર-છાયામાં "........" જેટલી જન સંખ્યા "હાશ" અનુભવી રહી છે. બદલાતા જતા સમયની સાથે તાલ મિલાવવા સમાજના દૂરંદેશી નેતૃત્વે "બીડું" ઝડપી એક વિશાળ, સોહામણું અને જાજરમાન "પાટીદાર સંકુલ - સુરત નું નિર્માણ થયું. ભવ્ય સંકુલના નિર્માણમાં દિલદાર દાનવીરોનું "દાન" વિચક્ષણ નેતૃત્વની "અગમ-દ્રષ્ટિ" અને "હિંમત" સમાજના વિશાળ પરિવારનો "પ્રેમ" મિત્રો, સ્નેહીઓ અને હિતેચ્છુઓની "હૂંફ" અને વાત્સલ્યની મૂર્તિ મા ઉમિયાના "આશીર્વાદથી" અંધારી રાતે પણ અજવાળું થાય તેવી તમામ સુખ- સગવડ સાથેનું સોહામણું સંકુલ અસ્તિત્વમાં આવ્યું.
Share:

૪૮ કડવા પાટીદાર સમાજ ના ગામો

૪૮ કડવા પાટીદાર


૪૮ કડવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજનો એક સમુહ છે. જે અમદાવાદની નજીક આવેલા માંડલ વિસ્તારનાં ૪૮ ગામોનો બનેલો છે. પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા પાટીદાર સમાજના લોકોએ અમુક ગામોમાં જ વહેવાર કરવો એવો સર્વસંમત નિયમ બનાવી આ ૪૮ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરી હતી. આ સમાજને ગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સામાજીક વ્યવસ્થા છે. આજે પણ આ વ્યવસ્થા પ્રમાણે જ મોટેભાગે અને સ્વયંભૂ રીતે લોકો પોતાના લગ્ન વહેવારો ગોઠવતા જોવા મળે છે અને આ સમાજને વઢીયાર સમાજ પણ કહેવામાં આવે છે.
Share:

POPULAR