પ્રમુખશ્રી નો સંદેશો
સેવા સમર્પણ સદભાવના
પ્રમુખશ્રી નો સંદેશો
માં ઉમિયા, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત ના તમામ પરિવારજનોને ખુબજ સુખી રાખે, દરેકનું સ્વાથ્ય નીરોગી રાખે તેમજ દરેકનો પરિવાર હસતો ખીલતો રહે તેવી માં ઉમિયાજી ને પ્રાર્થના...
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત ની સને ૧૯૯૫ માં સ્થાપના થયેલ અને વખતો વખત હોદેદારોએ આ સમાજ ને સતત કાર્યશીલ રાખેલ અને દર વર્ષે સ્નેહમિલન, બાળકો ને ઇનામ વિતરણ, તેમજ સામાજીક ઉત્કર્ષના વિવિધ કાર્યો કરેલ, જેઓનો પણ આ સમાજને વિકાસ તરફની આગેકુચ માં પાયાનો ફાળો રહેલ છે તેઓનો પણ ખુબ ખુબ આભાર માનું છુ.
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત ના તમામ વડીલો અને સમાજ ના તમામ પરિવારજનો એ મને ખુબ નાની ઉમરમાં પ્રમુખ તરીકેની જવાબદારી સને ૨૦૧૭ ની સાલમાં સોપેલ જેને હું સમાજના તમામ હોદેદારો, વડીલોને સાથે રાખીને તેમજ દાતાશ્રીઓના તમામ જાતના સહયોગથી છેલ્લા ૨ વર્ષ માં અમારાથી બનતા સમાજ માટેના ઘણા જ ઉત્કર્ષના કાર્યો કરેલ છે. જેવા કે...
. સમાજ દ્રારા શ્રી અડતાલીસ કડવા પાટીદાર કો. ઓ. ક્રેડીટ સો. લી. ની રચના કરવામાં આવેલ છે. જેનાથી ઓછી આવક ધરાવતા કુટુંબોને ઓછા વ્યાજની લોનની સહાય દ્રારા મદદરૂપ થવાય તેવો સમાજનો ખુબજ સારો પ્રયત્ન છે, અને આમાં ખુબજ સારો સહકાર મળી રહેલ છે.
. "મહિલાઓના સર્વાંગી વિકાસ સિવાય સમાજ અને સંસાર અધૂરો છે." આ વિચારને મધ્યમાં રાખી શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ સંચાલિત આ મહિલા ઉત્કર્ષ મંડળ, મહિલાઓનાસર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરે છે. આ મંડળ ઉત્સાહી બહેનો દ્રારા જ સંચાલિત છે. આ મંડળની મુખ્ય પ્રવૃત્તિઓમાં, સમાજમાં ચાલતા કુરીવાજોને દૂર કરવાનું, આર્થિક રીતે અસક્ષમ પરિવારની બહેનોને પ્રોત્સાહિત કરી ગૃહ-ઉધોગો તરફ વાળવાનું, અભ્યાસ કરતી યુવાન અને તેજસ્વી આર્થિક અસક્ષમ બહેનોને વિવિધ પ્રકારની મદદ કરવાનું તથા કુસંસ્કરોથી દૂર રહી સારા સંસ્કારો આપવાનું માધ્યમ પણ આ મંડળ જ કરે છે.
. દર વર્ષે વિધાર્થીઓને રાહત દરે નોટબુક તથા ચોપડાનું વિતરણ.
. દર વર્ષે બાળકોને ઇનામ વિતરણ
. દર વર્ષે સ્નેહ-મિલન અને સમાજ ના તમામ સભ્યો ને સહ-પરિવાર ભોજન.
. દર વર્ષે યુવક-યુવતીની માહીતી પુસ્તિકા તથા યુવક યુવતીની પસંદગી મેળાનું આયોજન.
. સમાજ ના દરેક યુવાનને નોકરી મળે તે માટે સતત પ્રયત્નો કરે છે.
આમ અનેક કામો અત્યારે સુધીએ આપ સૌના સાથ અને સહકાર અને તમામ દાતાશ્રી ઓ ની દાન આપવા ની ઉદારતા અને સમાજ ના તમામ હોદેદારો ઉપર મુકેલો વિશ્વાસ જેના કારણે આપની સમક્ષ છેલ્લા ૨ વર્ષમાં વિકાસના કાર્યો કરી શકેલ છીએ. જે બદલ સૌનો આભારી છુ.
સમાજના આ તમામ પ્રકારના ઉત્કર્ષના આ અકલ્પનીય કામોમાં સમાજના મહામંત્રી શ્રી ની તમામ જાતની હુંફ, સાથ-સહકાર તેમજ તેમની નીડરતા અં કોઈ પણ સંજોગોમાં સમાજના કાર્યો પૂર્ણ કરવા માટે ની પ્રેરણા અતિ મહત્વની હતી, આ કામો માં સમાજ નાં મોભી અને અધ્ય્ક્ષશ્રી તથા ઉપાધ્ય્ક્ષશ્રીઓ પાસેથી તમામ પ્રકાર ની પ્રેરણા અને દાન સહીત તમામ પ્રકાર નો સાથ અને સહકાર પણ નોધપાત્ર છે. આ ઉપરાંત પૂર્વ ઉપાધ્ય્ક્ષશ્રી અને પૂર્વ પ્રમુખશ્રી ની પ્રેરણા અને કામ કરવા માટેની નીડરતા આજે પણ પ્રેરણાદાયી છે.
સમાજના ખજાનચીશ્રી જેઓએ ખુબજ શુધ્ધ અને પારદર્શક વહીવટ રાખી પોતાનો અમુલ્ય ફાળો આપેલ છે જેથી તેમને પણ ભૂલી શકાય તેમ નથી. આ ઉપરાંત ઉપપ્રમુખશ્રીઓ અને સહમંત્રીશ્રીઓ તથા ઓડીટરશ્રી આ સર્વેએ પણ ખુબજ સાથ-સહકાર આપેલ છે. આ ઉપરાંત તમામ દાતાશ્રીઓ કે જેઓએ આ પાટીદાર સંકુલ , ક્રેડીટ સોસાયટી, યુવા વિકાસ અને મહિલા ઉત્કર્ષ તેમજ કોઈ પણ જાતના સમાજ દ્વારા આયોજિત કોઈ પણ પ્રોજેક્ટ અને કાર્યકમો માં દાન આપેલ છે તે સૌનો સમાજ વતી ઋણી અને આભારી છુ. માં ઉમિયા સૌને બધીજ રીતે સુખી રાખે તેવી પ્રાથના.
મારી સૂઝ અને સમજણ પ્રમાણે સૌને સાથે રાખીને આ કામો કરેલ છે. પરંતુ ક્યાય ક્ષતિ રહી ગયેલ હોય કે અતિરેક થયો હોય તો મને આપનો સમજી ને દર ગુરજ કરશો. હું પોતે વ્યવસાયે બિલ્ડર છુ અને છેલ્લા વર્ષો માં મારી હાજરીમાં મારી એક પણ સાઈટ ઉપર ઈટ મુકાયેલ નથી . પરંતુ સમાજના દરેક કામમાં મારી હાજરી સિવાય ઈટ મુકવામાં આવેલ નથી.
વર્ષ ૨૦૧૭ ના સ્નેહ-સંમેલન માં આપણા સમાજ ની વેબસાઈટ લોન્ચ કરી ને સમાજ ની વિવિધ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. આ વેબસાઈટ ના માધ્યમથી દુનિયાના કોઈ પણ ખૂણામાં માં બેસીને સમાજની લેટેસ્ટ માહિતી મેળવી શકાય છે. જે પાટીદાર મિત્રો વિદેશ માં વસતા હોય એ માટે આ વેબસાઈટ સમાજ જોડે સંપર્ક માં રહેવા માટે નું મહત્વનું માધ્યમ બની રહેશે. વેબસાઈટ મારફતે સમાજ ભવિષ્ય માં જે કાર્યો કરવા જશે તેની તમામ લેટેસ્ટ માહિતી મળી રહેશે
આભાર સહ
આપનો વિશ્વાસુ,
રમેશભાઈ પટેલ
પ્રમુખશ્રી , શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર
No comments:
Post a Comment